શિવરાત્રિ મેળામાં 15 કરોડ ક્યાં ક્યાં ખર્ચ્યાં ? મુક્તાનંદ બાપુએ RTI કરી

જૂનાગઢ:  જૂનાગઢ ગિરનારના સાન્નિધ્યમાં યોજાયેલા શિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને વિવાદ શરુ થયો છે. સંતો દ્વારા મેળાના તાયફા અંગે આર.ટી.આઈ. કરવામાં આવી છે. રાણપુરના રાણેશ્વર મહાદેવ મંદિર મઠના મંહત મુક્તાનંદ સ્વામીએ આરટીઆઇ કરી યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે મેળામાં થયેલા  ખર્ચની માહિતી માગી છે.

જૂનાગઢ ગિરનાર શિવરાત્રિ કુંભ મેળામાં પંદર કરોડના ખર્ચને લઈને આરટીઆઈ અરજી કરી  મહિતી માગી છે.

સામાજિક કે રાજકીય આગેવાન મેળાના ભ્રષ્ટાચાર બાબતે આગળ ન આવતા સંતોએ આર.ટી.આઇ કરી માહિતી માગવી પડી છે. આરટીઆઈમાં રુદ્રાક્ષનું શિવલિંગ, ટેન્ટ સીટી, સાધુ-સંતોને આમંત્રણ આપવા માટે થયેલા પ્રવાસ ખર્ચ સહિતના મુદ્દે માહિતી માગવામાં આવી છે.

આરટીઆઈમાં વધુમાં એમ કહેવામાં આવ્યું છે કે, પ્રજાના પરસેવાના નાણાં 15 કરોડ જેવી માતબાર મોટી રકમ આડેધડ ખર્ચીને પ્રજાના નાણાંનો દ્રોહ કરવામાં આવેલ છે. જો તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય અને સાચી માહીતી નહીં આપવામાં આવે તો અમો નાછુટકે નામદાર કોર્ટમાં ન્યાયના હેતુ માટે કાયદેસર કાર્યવાહી કરી નામદાર કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે.