તહેવારોમાં યાત્રીઓનો પ્રવાસ સરળ બનાવવા પશ્ચિમ રેલવેએ કરી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા, જાણો શિડ્યૂલ

અમદાવાદઃ દીવાળીના તહેવારમાં યાત્રીઓની સુવિધા માટે તેમ જ યાત્રીઓ દ્વારા કરવામાં વિશેષ ટ્રેનોની માગણીને લઈ પશ્ચિમ રેલવે દ્વારા વિભિન્ન સ્થાનો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન

ટ્રેન નંબર 09433 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 00.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 13.50 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી ચાલશે. તો આ ટ્રેન વળતી વેળાએ શનિવારના રોજ ગાંધીધામથી 16.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દીવસે 06.15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પર પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર 2018 સુધી ચાલશે.

આ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન જતા અને આવતા બંન્ને વખતે બોરીવલી, વાપી, સૂરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામખીયાળી અને ભચાઉ સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે.

તો આ સીવાય ટ્રેન નંબર 09561 બાંદ્રા ટર્મિનસ-ઓખા સાપ્તાહિત સુપરફાસ્ટ વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી પ્રત્યેક બુધવારના રોજ 23.55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 17.35 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 31 ઓક્ટોબર થી 21 નવેમ્બર 2018 સુધી ચાલશે. ઓખાથી બાંદ્રા આવતા સમયે આ ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ઓખાથી પ્રત્યેક મંગળવારે 17.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 10.15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 30 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ચાલશે.

આ ટ્રેન પોતાની યાત્રા દરમિયાન બોરીવલી, વાપી, સૂરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વીરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમજ દ્વારકા સહિતના સ્ટેશનો પર રોકાશે.

અમદાવાદ-દિલ્હી સરાય રોહિલ્લા-અમદાવાદ ટ્રેન

ટ્રેન નંબર 09413 અમદાવાદ-દિલ્હી સરાય રોહિલ્લા સાપ્તાહિત એસી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન અમદાવાદથી પ્રત્યેક શનિવારના રોજ 16.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 06.50 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબર થી 17 નવેમ્બર 2018 સુધી ચાલશે. આ જ પ્રકારે આ ટ્રેન સરાય રોહિલ્લા-અમદાવાદ ટ્રેન દિલ્હીથી પ્રત્યેક રવિવારના રોજ 15.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન પોતાની યાત્રા દરમિયાન પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર તેમજ ગુડગાંવ સ્ટેશનો પર ઉભી રહેશે. આ તમામ ટ્રેનો વિશે વિશેષ માહિતી યાત્રીકોને તમામ યાત્રી આરક્ષણ કેન્દ્ર તેમજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર મળી રહેશે.