ઉત્તર ગુજરાતમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા, જાણો કારણ…

નવી દિલ્હીઃ ઉત્તર ગુજરાતમાં આગામી સમયમાં પાણીની અછત ઉભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા અને સતલાસણા પાસે આવેલા ધરોઈ ડેમમાં આ વર્ષે ચોમાસામાં ઓછા વરસાદને કારણે ડેમમાં 30 ટકા જ પાણી ભરાયું છે.ગયા વર્ષે ધરોઈ ડેમમાં 85 ટકા જેટલો પાણીનો જથ્થો એકત્ર થયો હતો. આટલી માત્રામાં ગયા વર્ષે પાણી એકત્ર થયું હોવાથી ઉત્તર ગુજરાતમાં પાણીની કોઈ જ મુશ્કેલી સર્જાઈ નહોતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ નબળું રહ્યું અને ધરોઈ ડેમમાં માત્ર 30 ટકા જેટલી જ પાણીની આવક થઈ છે. કુદરતી રીતે વર્ષ દરમિયાન થતા પાણીના બાષ્પીભવન તેમજ પાણીના હાલના સ્ટોકને ધ્યાનમાં રાખતા હાલ ડેમમાં માત્ર પીવાના પાણીનો જ સ્ટોક હોવાનું ધરોઈ ડેમના સત્તાધીશો જણાવી રહ્યાં છે.

તેમજ તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેનાલમાં છોડવાની સૂચના અપાશે તો પીવાના પાણીમાં આવનારા સમયમાં સમસ્યા સર્જાય શકે છે. આથી ચોક્ક્સ પણે ધરોઈ ડેમમાં પાણીની હાલની પરિસ્થિતિ જોતા આવનારા સમયમાં સમસ્યા સર્જાવવાની ભીતિ સેવાઇ રહી છે. સાથે સાથે ખેડૂતો માટે પણ સિંચાઈનું પાણી નહિ મળે તો તેમની પણ હાલત કફોડી થશે એમાં પણ કોઈ બે મત ના કહી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]