અપૂરતો વરસાદ ,અણઘડ વહીવટ : પાણીનો બગાડ

અમદાવાદઃ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અનેક માર્ગો પહોળા થઇ રહ્યા છે, તો ક્યાંક સમારકામ થઇ રહ્યું છે. આયોજનના અભાવ, અણઘડ વહીવટના કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે શહેરના ચાણક્યપૂરી, શાયોનાસિટી અને આર.સી.ટેકનિકલ માર્ગ પર પાણીના પાઇપમાં ભંગાણ જોવા મળ્યું. અપૂરતા વરસાદના આ વર્ષમાં પાણીનાં પાઇપના ભંગાણ પછી માર્ગ પર જ તળાવ સર્જાયુ. લાંબા સમય સુધી થયેલા પાણીના વેડફાટથી સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા.

(તસવીર-અહેવાલઃ તસવીર પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]