ઠંડીની વાટ જોતું ગરમ કપડાંનું બજાર

અમદાવાદઃ શિયાળાની ઋતુની શરુઆત થાય એટલે ઘરના કબાટમાં કે પોટલામાં સાચવેલા ગરમ કપડાં નિકળવા માંડે. એમાંય ગુજરાત જેવા રાજ્યમાં શિયાળાની શરુઆતે વહેલી સવારે અને મોડી રાત્રે જ ગરમ કપડાંની ખાસ જરુરિયાત ઉભી થાય. દિવાળીના તહેવારની આસપાસથી જ ગરમ કપડાંનું બજાર દરેક નાના-મોટા શહેરમાં લાગવાનું શરુ થઇ જાય. પણ.. આ વર્ષે ચોમાસાએ લાંબી મજલ કાપી, એટલે શિળાયો હજુય પૂર બહારમાં ખિલ્યો નથી.

કેટલાક વેપાર ધંધાને ઋતુઓની જમાવટ થાય તો જ ફાયદો થાય. આવું જ કંઇક ગરમ કપડાનાં બજારનું છે. ઉત્તરના રાજ્યોમાં ઠંડી પડે સુસવાટા બંધ પવનો ફૂંકાય એટલે સૌ સ્વેટર બજાર તરફ દોટ મુકે. દર વર્ષે અમદાવાદ સહિતના શહેરોમાં તિબેટન રેફ્યુજી દ્વારા એક સ્વેટર બજાર લાગે છે.

આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ, જીએમડીસી નજીક સ્વેટર બજાર ખુલી ગયું છે. પરંતુ આ સ્વેટર બજારમાં વેપાર કરતાં લોકોને વધુ પડતી મંદી હાલ ઓછી ઠંડી નડી રહ્યા છે. એટલે ખુબ જ ઓછા ગ્રાહકો આવતા હોવાથી તિબેટના શરણાર્થીઓનું આ ગરમ કપડાંનું બજાર ઠંડીની વાટ જોઇ રહ્યું છે.

પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]