રાજ્યમાં નવી સૈનિક સ્કૂલો ખોલવાની દરખાસ્તો માટે સરકાર હકારાત્મક

રાજકોટ:  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના રેસકોર્સ ખાતે ‘નો યોર ડીફેન્સ ફોર્સ’ થીમ પર આધારિત ‘ડીફેન્સ યુથ ફિએસ્ટા’ પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું. સેનાના શસ્ત્રોનું પ્રદર્શન ૨૭ ફેબ્રુઆરી સુધી નિહાળી શકાશે.  આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સેના દુશ્મન દેશને પરાસ્ત કરવા સક્ષમ છે. અત્યારે દેશ આતંકવાદીઓને ખતમ કરવા કટિબદ્ધ બન્યો છે ત્યારે ગુજરાતના યુવાનો માટે સેનામાં મા ભોમની સેવા કરવાનો ખરો સમય છે.

ગુજરાતમાં નવી સૈનિક શાળાઓ ખોલવા અંગે અને આ માટે શૈક્ષણિક સંસ્થાઓની દરખાસ્તો અંગે હકારત્મક નિર્ણય લેવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભારતીય સેનાની ત્રણેય પાંખોના  સશસ્ત્ર જવાનો સાથે મુલાકાત કરવાનો આ સુવર્ણ અવસર સૌરાષ્ટ્રવાસીઓને પ્રાપ્ત થયો છે. સેનાના જવાનો અને સિવિલિયન વચ્ચે સંવાદ દ્વારા ભારતીય સેના અંગે, શસ્ત્રો, તેમની કાર્યપદ્ધતિ અંગે સૌ કોઈ માહિતગાર થશે.

આ કાર્યક્રમથી  યુવાનોને સેનાને નજીકથી જોવા અને જાણવાની પણ તક મળી છે.  જીનીયસ ગૃપ ઇન્સ્ટિટયૂન્સના પાંચ હજારથી વધુ વિધાર્થીઓને દેશ ભકિત સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બી.એચ. ગાર્ડી એન્જીનીયરીંગ કોલેજ અને અન્ય કોલેજોએ  ૫૦૦થી વધું પ્રોજેકટ પ્રદર્શિત કર્યા છે.

ડીફેન્સ યુથ ફીએસ્ટામાં નોન ડીસ્ટ્રીકટ ટેસ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસરો દ્વારા પણ વર્કશોપમાં વિદ્યાર્થીઓને સ્પેસ એન્જીનિયરિંગ અને સેટેલાઇટ સીસ્ટમ અંગે સ્ટડી કોર્સ આવતી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

જીનીયસ ઓફ ઇન્સ્ટિટયુૂના પ્રમુખ ડી.વી.મહેતાએ યુવાનોને ડીફેન્સ વેપન મીકેનીઝમ અંગે નવી તકોની માહિતી મળે અને  સાહસિક યુવાનો પણ આ દિશામાં આગળ વધે તે માટે ઉપરાંત ઉપરાંત સૈનાની ત્રણેય પાંખો વિશે જાણવા મળે તે માટે આ ડીફેન્સ ફીયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કહ્યું હતું. વધુ યુવાનો સેનામાં જોડાય તે માટે સંસ્થાએ સૈનિક સ્કૂલ શરૂ કરવાનું આયોજન કર્યુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]