સોનાની ફ્રેમ સહિતની કીમતી ભેટોનું ઓનલાઇન લીલામ કરશે જીટીયુ, હેતુ ઉમદા

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુના ઈતિહાસમાં પહેલીવાર કીમતી ગિફ્ટ્સનું ઓનલાઈન લિલામ કરીને તેમાંથી મળનારી રકમ કન્યા કેળવણી નિધિમાં દાન કરવાની નવતર પરંપરા શરૂ કરવામાં આવી છે. ભારતીય યુનિવર્સિટીઓમાં સૌપ્રથમવાર આવી પ્રથા શરૂ કરવાનું અનોખું કદમ ઉઠાવાતાં ઉમળકાભેર આવકાર સાંપડી રહ્યો છે.જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતાં ત્યારે તેમણે શરુ કરેલી પરંપરામાંથી પ્રેરણા મેળવીને જીટીયુમાં એવી વ્યવસ્થા હાથ ધરી છે. તેના માટે ખાસ વેબસાઈટ  www.vcgift.gtu.ac.in  તૈયાર કરાવવામાં આવી છે. આ કાર્યમાં સહભાગી બનવા ઈચ્છતી વ્યક્તિઓએ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  હાલના તબક્કે 50 કીમતી ભેટસોગાદોની વિગતો મૂકવામાં આવી છે અને તેમાં ઈ-ઓક્શનની ન્યૂનતમ રકમ પણ દર્શાવવામાં આવી છે. વેબસાઈટ પર રજૂ કરાયેલી કિંમતી ભેટસોગાદોમાં અમુક ઈમ્પોર્ટેડ ગિફ્ટ તેમજ સોનાની ફોટો ફ્રેમ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જીટીયુના સ્થાપના દિન પ્રસંગે કંઈક વિશિષ્ટ કાર્ય કરવાની મારી વિવિધ યોજનાઓના ભાગરૂપે આ વિચાર અમલમાં મૂકાયો છે.

જીટીયુ ખાતે નિયમિતપણે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા દેશવિદેશના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ આવતા હોય છે. તેઓ વાઇસ ચાન્સેલરને ભેટ આપવા ગિફ્ટ લાવતા હોય છે. આ કીમતી ભેટોનો સદુપયોગ થાય તેના માટે તેનું ઓનલાઈન લિલામ કરીને તેમાંથી મળનારી રકમ કન્યા કેળવણી મંડળમાં આપવામાં આવે પર સમાજ ઉપયોગી કાર્ય થયું ગણાય એવા વિચાર સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]