ઈન્વેસ્ટ ઈન્ડિયાની નેમ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત-2019 માટે સિડનીમાં યોજાયો રોડ શો

અમદાવાદ- આગામી વર્ષે 18થી 20મી જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 માટે વિશ્વના મહત્વના દેશોમાં ગત 5મી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ ગયા છે. જેના ભાગરૂપે સિડનીમાં રોડ શો યોજવામાં આવ્યો હતો, અગાઉના વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ વખતે પણ 12 આઈએએસ અધિકારીની આગેવાનીમાં ડેલિગેશન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષણની કવાયત હાથ ધરશે. પ્રત્યેક ડેલિગેશનમાં સાતથી આઠ બિઝનેસમેન પણ સામેલ છે.

આ ઉપરાંત વેલ્સપન ઈન્ડિયાના આગામી બ્લીચીંગ ફેસિલીટી માટે નેધરલેન્ડ ખાતે વેલ્સપન અને નેધરલેન્ડ સ્થિત બીસીઆઈ વચ્ચે રિસાયક્લેબલ ટેક્સટાઈલ માટે એમઓયુ કરવામાં આવ્યા હતાં. આ એમઓયુ એમ.કે દાસની હાજરીમાં કરવામાં આવ્યા હતાં, જે નેધરલેન્ડમાં વાયબ્રન્ટ ગુજરાત 2018નું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

વાયબ્રન્ટ ગુજરાત 2019ના ભાગરૂપે વિશ્વભરમાં ભારતને પ્રમોટ કરીને ગુજરાતને ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. સાથે સાથે અન્ય બાબતો પર પણ ફોકસ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં એવાં નવાં ક્ષેત્રોમાં રોકાણ આવે જે ગુજરાતના વિકાસમાં વધુ મદદ કરતું હોય. ડેલિગેશનની સાથે ગયેલા ઉદ્યોગપતિ કે અન્ય કંપનીઓ ગુજરાતમાં જોઈન્ટ વેન્ચર કંપની અથવા નવાં જોડાણો કરે તેવા પણ પ્રયત્ન હાથ ધરવામાં આવશે.

આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 18 જાન્યુઆરીથી યોજાશે. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા નકકી કરેલા કાર્યક્રમ મુજબ ચોથી સપ્ટેમ્બરથી જ રોડ-શો શરૂ કરી દેવામાં આવ્યા છે. જૂદા જૂદા દેશોમાં આ રોડ શો આગામી ઓકટોબર મહિનાના અંત સુધી ચાલશે.

આંતરરાષ્ટ્રીય રોડ-શો બાદ ડોમેસ્ટિક રોડ-શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના ડીઆઈપીપી પણ આ આયોજનમાં કેટલાક અંશે સંકળાયેલી છે. વિદેશમાં ઈન્વેસ્ટ ઈન્ડિયાની ટેગલાઈન હેઠળ ગુજરાતમાં રોકાણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]