વિજ્ઞાનથી વંચિતો માણશે….જોય ઓફ સાયન્સ પ્રયોગશાળા

અમદાવાદ– શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલું વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર..વિજ્ઞાનક્ષેત્રે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વૃદ્ધિ કરવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રયોગો માણી શકે છે…વિજ્ઞાનના કેટલાક પ્રયોગો  કરી પણ શકે છે.

VASCSC સંસ્થાએ ગુજરાતના વિદ્યાર્થીઓ સમક્ષ એક નવું નજરાણું ખુલ્લું મુક્યુ છે., જે જોય ઓફ સાયન્સ મોબાઇલ પ્રયોગ શાળા રુપે છે.જોય ઓફ મોબાઇલ પ્રયોગશાળા એ જુદા જુદા વિસ્તારોની શાળામાં જઇ વિજ્ઞાન વિશે બાળકોને સમજ આપશે. વિદ્યાર્થીઓને પ્રયોગો કરવાની પણ તક મળશે. આ ફરતી વિજ્ઞાન મોબાઇલમાં આકાશ-દર્શન, પ્રદર્શન, પ્રશ્નોત્તરી, સ્પર્ધાઓ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમ વિર્ધાર્થીઓને બતાવી જ્ઞાન સાથે વાસ્તવિકતાની નજીક લઇ જવા પ્રયાસ થશે.

વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતેથી લીલી ઝંડી આપી એ વેળાએ કાર્તિકેય સારાભાઇ, નિયામક દિલીપ સુરકર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ