વનજમીનઃ સુપ્રીમે નામંજૂર કરેલા દાવાઓના અભ્યાસ કરી રીવ્યૂ પિટિશન દાખલ કરાશે

ગાંધીનગર- સુપ્રીમ કોર્ટ દ્વારા ગત સપ્તાહમાં અપાયેલા એક ચૂકાદાના સંદર્ભેમાં વનજમીન માલિકીને લઈને રાજ્ય સરકારો સંકટ અનુભવી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નિર્ણય કર્યો છે કે સુપ્રીમ કોર્ટે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરીને રીવ્યૂ પિટિશન કરવામાં આવશે.

વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરી રીવ્યૂ પિટીશન દાખલ કરવાનો રાજ્યના વનબંધુઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમ જ આ હેતુસર એક ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવા પણ સૂચવ્યું છે.

એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, અંતરિયાળ વિસ્તારમાં વસતા વનબંધુઓ કાયદાકીય પ્રક્રિયાથી અજાણ હોય તેમ જ આ કારણોથી પોતાને મળવાપાત્ર અધિકારોથી વંચિત રહી ગયાં હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકારે આ છેવાડાના વનબંધુ પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના દાખવી છે.

મુખ્યપ્રધાને વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ એકપણ સાચો લાભાર્થી વનબંધુ તેના અધિકારથી વંચિત ન રહે પ્રતીકાત્મક તસવીર

તેવા વનબંધુ કલ્યાણલક્ષી અભિગમથી આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ અધિનિયમ અન્વયે કુલ  84,450 દાવાઓ મંજૂર થઇ ગયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]