ટેલેન્ટ પુલ યોજના હેઠળ રૂ. 40 હજારની સહાય આ વિદ્યાર્થીઓને મળશે

ગાંધીનગર- ગુજરાતના વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૬ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત રૂ.૪૦,૦૦૦/-ની સહાય આપવામાં આવશે.

વધુમાં આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ
(૧) ઉતમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ
(૨) જે વિદ્યાર્થીઓ ધોરણ ૬ કે ૧૧માં પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ અનુક્રમે ધોરણ ૫ તથા ધોરણ ૧૦માં પ્રથમ વર્ગમાં (૬૦ ટકા કે તેથી વધુ) ઉર્તિણ થયેલ હોવા જોઈએ
(૩) વાર્ષિક રૂપિયા ર લાખ સુધીની આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓને આવાસીય સુવિધાવાળી શાળામાં પ્રવેશ પછી વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.૪૦,૦૦૦/-ની સહાય અપાશે
(4) જયારે ૨ લાખ થી ૩ લાખ સુધીની વાલીની વાર્ષિક આવક ધરાવતાં વિદ્યાર્થીઓને રૂ.૪૦,૦૦૦/- સહાયના ૫૦ ટકાથી વધુ રકમના ખર્ચની રકમ પોતે ભોગવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વાલીએ આ યોજનાનું અરજી ફોર્મ જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ), સહયોગ ભવન, ગાંધીનગરની કચેરીએથી કચેરી સમય દરમિયાન મેળવી લેવાનું રહેશે. તેમ સત્તાવાર રીતે જિલ્લા નાયબ નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]