ચાલુ મેેચે બે યુવાને મેદાનમાં કોહલી સાથે લઈ લીધી સેલ્ફી, વીડિયો વાયરલ

રાજકોટઃ રાજકોટમાં અત્યારે ભારત વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચ ચાલી રહી છે. ત્યારે આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એક અચંબિત ઘટના બની હતી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન બે યુવકો ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. આ યુવકોએ ચાલુ મેચ દરમિયાન ભારતના કેપ્ટન વિરાટ કોહલી સાથે સેલ્ફી પાડી હતી. આ સમગ્ર વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે ક્રીકેટમેચ રમાતી હોય ત્યારે ખેલાડીઓની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ત્યારે આટલી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવતી હોવા છતા પણ આ બંન્ને યુવકો કેવી રીતે ગ્રાઉન્ડની અંદર ખેલાડી સુધી પહોંચી ગયા તે યક્ષ પ્રશ્ન છે. ત્યારે સમગ્ર મામલે ખેલાડીઓની સુરક્ષાને લઈને એક પ્રશ્નો ઉભા થયા છે.

બે યુવકો મેદાનની અંદર ઘુસી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થતા જ તુરંત જ સુરક્ષાકર્મીઓ મેદાનમાં આવી ગયા હતા અને બંન્ને યુવકોને મેદાનની બહાર લઈ ગયા હતા. પરંતુ આ ઘટના બાદ ચોક્કસપણે ક્રિકેટરોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]