કાયદાના રખેવાળોની આ હરકતે મચાવી ચકચાર, 2 જવાન દારુના ખેપીયા…

છોટાઉદેપુરઃ ગુજરાતમાં કડક દારૂબંધી કાયદાના અમલની વાતો વચ્ચે રક્ષકો જ છીંડા પાડનારા બનતાં હોવાનો પુરાવો આપતી ઘટના બહાર આવી છે. કડક દારુબંધી કાયદો પળાવવાનું જેઓનું કામ હોય તેવા પોલિસકર્મીઓ દ્વારા દારુના વેચાણ થવાનો આ બનાવ ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે.

પ્રતીકાત્મક તસવીર

છોટાઉદેપુરમાં બે પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂ સાથે ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. છોટાઉદેપુરમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સ્વીફ્ટ કારમાંથી વિદેશ દારૂ મળી આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશી દારુ સાથે ઝડપાયેલાં બંને પોલિસ કર્મચારીઓ વડોદરાના વાડી પોલીસ મથકના પોલીસ કોન્ટબલ દીપક ગોડાવલી અને સંજય બારોટ છે.
તેમની સ્વીટ કારમાંથી રૂ. 12,960 કિંમતનો 144 બોટલ દારૂ મળી આવ્યો હતો. આમ છોટાઉદેપુર પોલીસે કુલ 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.