શા માટે સુરતના આ બજારમાં ટ્રાન્સજેન્ડરો માટે પ્રતિબંધ આવ્યો?

અમદાવાદ: ગુજરાતના સુરત શહેરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. થોડા સમય પહેલા કેટલાક ટ્રાન્સજેન્ડરો દ્વારા કથિત રીતે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ અહીં વેપારીઓએ ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો પર આ બજારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુરત સ્થિ આ બજારનું નામ જાપાન માર્કેટ છે. માર્કેટના પ્રેસિડેન્ટ એલ શર્માએ કહ્યું કે, કિન્નરો ઘણીવાર લોકોને પરેશાન કરે છે. તેમને આવું કરવાથી રોકવા માટે તેમના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે, જેથી તેઓ આવુ કામ ન કરે. આ અંગે બજારમાં એક નોટિસ પણ લગાવમાં કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા ગહરીલાલ ખટિકના ઘરે બે દિકરીઓ પછી હાલમાં જ એક પુત્રનો જન્મ થયો. પુત્ર જન્મની ખુશીમાં ત્રણ કિન્નરો ગહરીલાલના ઘરે પૈસા લેવા પહોંચી ગયા. અહીં તેમણે 11 હજાર રૂપિયાની માગણી કરી પરંતુ મહેતન મજૂરી કરીને પરિવાર ચલાવતા ગહરીલાલે આટલી મોટી રકમ આપવાની ના પાડી.

ગહરીલાલ ખટિકે કહ્યું કે, તે માત્ર 2100 રૂપિયા આપી શકે તેમ છે. પરુંતુ કિન્નરો આટલી રમક લેવા તૈયાર નહતા. બસ આટલી જ વાતમાંથી વિવાદ વધી ગયો. કિન્નરો પર આરોપ છે કે, તેમણે ગહરીલાલ ખટિક સાથે ખરાબ રીતે મારપીટ કરી. ગંભીર હાલતમાં ગહરીલાલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું.

બજારમાં પ્રતિબંધથી વ્યથિત છે કિન્નર સમુદાય

સુરની જાપાન બજારમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગવાથી સુરતનો કિન્નર સમુદાયમાં રોષની લાગણી પ્રવર્તી છે. કિન્નરો ધરણા પર બેસી ગયા છે. સમુદાયની એક સભ્ય પાયલ કૌરે કહ્યું કે, અમે પ્રતિબંધથી દુ:ખી છીએ. તહેવારો પર આ બજારમાંથી જે નાણા મળતા હતાં તેમાંથી અમારી આજીવિકા ચાલતી હતી. તેમણે આગળ કહ્યું કે, અમને એવા અપરાધ માટે દંડિત કરવામાં આવી રહ્યા છે જે માત્ર એક-બે લોકો દ્વારા કરવામાં આવ્યો છે. માત્ર એક-બે લોકોની ભૂલની સજા સમગ્ર સમુદાયને આપવી તે યોગ્ય નથી.