રાજ્યમાં સૌપ્રથમવાર આ ઈન્સપેક્ટરોને ગુણવત્તા નિયંત્રણ માટે તાલીમ અપાઇ

રાજ્યના FDCA અને બાઓમેરીયક્સ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે “ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી એન્ડ એડવાન્સમેન્ટ ઇન ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી”  વર્કશોપ અને સેમિનાર યોજાયો હતો. જેમાં રાજ્યના ૬૫ ડ્રગ્સ ઈન્સપેક્ટર્સને ગુણવત્તા નિયંત્રણ સહિતની તાલીમ આપવામાં આવી હતી.રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને બાઓમેરીયક્સ ઈન્ડિયાના (BioMerieux) સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં “ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી અને એડવાન્સમેન્ટ ઇન ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી” વિષય પર એક દિવસીય વર્કશોપ ટ્રેનીંગ કાર્યક્રમ અને પરિસંવાદ યોજાયો હતો.

ભારતમાં ગુણવત્તાયુક્ત દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં રહેલા પડકારોને પહોંચી વળવા માટે ગુણવત્તા નિયંત્રણ (ક્વોલિટી કંટ્રોલ) અને માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણએ સમયની માંગ છે. ગુજરાત સરકાર ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રના કર્મચારીઓને ટેકનિકલ તાલીમ પૂરી પાડીને તેમના જ્ઞાન અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે પ્રયત્નશીલ છે.

mde

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના (FDCA) કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ સેમીનારનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના ડ્રગ્સ અને ફૂડ સેફ્ટીના સ્ટાફને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ફાર્માસ્યુટિકલ અને ફૂડ માઇક્રોબાયોલોજીમાં ડેટા ઇન્ટેગ્રિટી પર કેન્દ્રિત રેગ્યુલેટરી એન્વાયર્નમેન્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

ડૉ. કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ૬૫ ડ્રગ ઈન્સપેક્ટર્સને ફાર્માસ્યુટિકલ અને ફૂડ માઇક્રોબાયોલોજી વિષય ઉંડાણપૂર્વક સમજ આપવાનો છે. વૈશ્વિક ટેકનોલોજી વિશે સમજ આપવા માટે આ પ્રકારની તાલીમ અને પરિસંવાદ રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ ગોઠવવામાં આવશે.

બાઓમેરીયક્સ ઈન્ડિયાના હેડ સુરેશ કુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌપ્રથમ વખત આ પ્રકારના તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એફડીસીએ અને બાઓમેરીયક્સ ઈન્ડિયાના સંયુક્ત વ્યૂહાત્મક જ્ઞાન ભાગીદારી (સ્ટ્રેટજિક નોલેજ પાર્ટનરશીપ) અંતર્ગત વડોદરા ખાતેની લેબોરેટરીને ગ્લોબલ માઇક્રોબાયોલોજીકલ એડવાન્સ ટેકનોલોજીથી અપગ્રેડ કરી વિકસાવવામાં આવી છે. આ હેતુથી એફડીસીએ અને બાઓમેરીયક્સ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]