અમદાવાદઃ ફરી એકવાર પૂરજોશમાં શરુ થઇ ટ્રાફિક ઝુંબેશ

અમદાવાદ: શહેરમા માર્ગો પર સતત વાહનોનો વધારો થઇ રહ્યો છે. જૂના-નવા શહેરમાં અનેક રહેણાંક-ધંધા અર્થે બનાવેલી ઇમારતોની બહાર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાના અભાવે માર્ગો પર અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે.

શહેરને સુવ્યવસ્થિત બનાવવા માટે મનપા અને ટ્રાફિક પોલીસ દ્વારા સહિયારી ઝૂંબેશ બાદ તમામ વિસ્તારોના માર્ગો ખુલ્લા થઇ ગયા હતા. ગેરકાયદેસર દબાણો અને  જગ્યા પડાવી લેવા માંગતા તત્વો પર પણ ગાળીયો કસાયો હતો. ગેરકાયદે બાંધકામની તોડફોડ અને ટ્રાફિકના નિયમની કાર્યવાહીને થોડીક જ ઢીલી મુકતા માર્ગો પર ફરી અવ્યવસ્થા સર્જાઇ હતી.

ત્યારે આજે સવારથી જ શહેરના ઘાટલોડીયા, અંકુર, શાસ્ત્રીનગર, નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી જેવા પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ , ટ્રાફિક શાખા સાથે ઝૂંબેશ શરુ કરતાં જ આડેધડ પાર્ક કરતાં, હેલ્મેટ વિહોણા, તેમજ ટ્રાફિકના જુદા જુદા નિયમોનો ભંગ કરતાં લોકો દંડાયા હતા. ટ્રાફિક શાખાના અધિકારીઓએ કોમ્પલેક્ષ,  બિલ્ડીંગના રહીશો, સંચાલકો તેમજ દુકાન ધારકોને નિયમોભંગ ના થવા જોઇએ એ માટે કડક સૂચનાઓ આપી હતી.

(તસવીરઃ અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]