14 એપ્રિલ ડૉ.આંબેડકર જન્મજયંતિઃ ભાજપ બાબાસાહેબની પ્રતિમાને હાથ ન લગાડે

અમદાવાદ– આવતીકાલે 14 એપ્રિલે બંધારણના રચયિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મતિથિ છે. ત્યારે હાલ ચાલી રહેલા દલિત સંઘર્ષમાં બાબાસાહેબની જન્મતિથિની ઉજવણીમાં રાજકીય પક્ષોનું રાજકારણ ભળતાં મામલો જુદો બની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવતીકાલે બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવાની નેતાઓમાં હોડ જામશે ત્યારે કેટલાક દલિત નેતાઓ દ્વારા ભાજપને ચીમકી આપવામાં આવી છે કે તેઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હાથ પણ અડાડવામાં ન આવે.

ઉપરાંત કોંગ્રેસ સમર્થિત આગેવાનો તેમ જ દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા આવતીકાલે બાબાસાહેબની ઉજવણી દરમિયાન વર્ગીય સંઘર્ષ ભડકે તેવા ઉચ્ચારણો સાથે ઉશ્કેરણી ન થાય તે માટે બીજીતરફ પ્રશાસન દ્વારા પણ સાવચેતીના પગલાં રુપે વિગ્રહની સ્થિતિ ન સર્જાય તે માટે પોલિસતંત્રને ખડેપગે કરી દેવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]