વડાપ્રધાન મોદીના વલસાડ અને જૂનાગઢ પ્રવાસમાં યોજાયા આ કાર્યક્રમો

ગાંધીનગર- વડાપ્રધાન મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ વલસાડના જૂજવા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાને વિવિધ વિકાસકાર્યોનું લોકોર્પણ કર્યું હતું અને ત્યાર બાદ ત્યાં જનતાને સંબોધન કર્યું હતું. વલસાડનો પોતાનો કાર્યક્રમ પતાવી વડાપ્રધાન મોદી જૂનાગઢ પહોંચ્યા હતાં જ્યાં સિવિલ હોસ્પિટલના લોકાર્પણ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. બાદમાં 3.35 કલાકે જનતાને સંબોધન પૂર્ણ કરી ગાંધીનગર તરફ રવાના થયાં હતાં..

ગાંધીનગરમાં પીએમ મોદી

પીએમ મોદી ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ 40 ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરશે તેમ જ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે.

જૂનાગઢમાં પીએમ મોદીએ પોલિસ ટ્રેનિંગ મેદાનમાં આવી પહોંચતાં સ્થાનિક નેતાગણ અને અધિકારીગણે સ્વાગત કર્યું હતું જે બાદ પીએમે વિવિધ કાર્યો સંપન્ન કર્યાં હતાં. જેમાં સૌપ્રથમ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કુલ રૂ. ૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું હતું.૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ

નવી ફિશરીઝ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન

જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ

પીએમ મોદી જાહેર સભા સંબોધનના અંશ…

સૌપ્રથમ ખબરઅંતર પૂછતાં જય માતાજી કહ્યાં, ગીરનો સાદ જ એવો હોય છે કે જુદાંપણું કાંઇ હોય જ નહીં

ગીરના સિંહોને યાદ કરવા સાથે જૂનાગઢના એકમાત્ર વ્યક્તિ માટેના મતદાન કેન્દ્રની યાદ અપાવી

આજે એક જ દિવસમાં 500 કરોડના કામોનું લોકાર્પણ એ વાતની સાબિતી છે કે દેશ બદલાઈ રહ્યો છે.

વલસાડના કાર્યક્રમની સિદ્ધિઓ દર્શાવી, જનૌષધિ કેન્દ્રની ઉપયોગીતા દર્શાવી

દેશમાં  નાના નાના શહેરોમાં હોસ્પિટલ્સ બનાવાશે

અગાઉની સરકારમાં પણ લોકો માંદા પડતાં હતાં, દવાઓ બનતી હતી. પહેલાંની સરકારની વાત ન કરીએ એ જ ઠીક…

ગુજરાતની ડેરીઓએ ઉત્તરપ્રદેશમાં પણ કામ શરુ કર્યું છે. રુપિયા ડબલ મળવા લાગ્યાં છે તેનો સંતોષ છે. નિરાશામાં ડૂબેલાં લોકોથી કશું ભલું ન થાય.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વલસાડના જૂજવા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ઈ લોકાર્પણ માટે પહોંચ્યા ત્યારે આવાસ મોડેલ અને ગ્રામીણ વિકાસની યોજનાઓના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

મહિલાઓને સ્કીલ સર્ટીફિકેટ અને નિમણૂકપત્રોનું વિતરણ કરાયું
– 115551 આવાસના લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ
– 174 ગામને મળશે પીવાનું પાણી
– 586 કરોડના ખર્ચે તૈયાર કરાઇ છે આ યોજના
– ધરમપુર-કપરાડાના ગામોને મળશે પીવાનું પાણી
– અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ સભામાં હાજર રહેલી મહિલાઓ સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ સંવાદ કરતા કહ્યું કે તે પાવીજેતપુરમાં રહેલા છે. તેમજ મહિલાઓને આપવામાં આવેલા મકાનને લઇને મહિલાઓ સાથે સંવાદ કર્યો છે. પીએમ મોદીએ મકાન અંગે બોલતા કહ્યું કે મકાન મહિલાઓના નામે કરવામાં આવ્યા છે.

વલસાડના જૂજવા ગામે વડાપ્રધાન મોદીનું સંબોધન

  • રાખડી લઈને આવેલી બહેનોનો વડાપ્રધાને માન્યો આભાર
  • ગુજરાતમાં એક લાખથી વધુ બહેનોને પોતાના નામે ઘર મળ્યા
  • ઘર ન હોવાની પીડા ખૂબ હોય છે, જિંદગી, અને ભવિષ્ય અંધકારમય લાગે છે
  • એક લાખથી વધુ ગરીબોને તેમનું પોતાનું ઘર આપી સંતોષ અનુભવું છું
  • મારી જિંદગીના ઘણા વર્ષો આદિવાસી લોકો વચ્ચે વિતાવ્યા
  • ઉમરગામથી અંબાજીના ગામ અને ઘરને નળમાં પાણી આપવાનું સ્વપ્ન હતું
  • પાણીનું સૌથી મોટું સંકટ માતા- બહેનો જીલે છે
  • શુદ્ધ પીવાનું જળ મળે તો બીમારીઓ દૂર રહે છે.
  • નદીને 200 માળની બિલ્ડીંગ સુધી ઉપર લઈ જઈશું
  • એક ગામ માટે આ સંવેદનશીલ સરકાર 200 માળ ઉપર પાણી લઈ જશે
  • પહેલા બેંકો હતી પરંતુ તેમાં ગરીબોને પ્રવેશ નહોતો મળતો અમે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકોને જ ગરીબો પાસે લાવી દીધી
  • અત્યાર સુધી નેતાઓના મોટા મોટા ઘર બનવાના સમાચાર આવતા હવે ગરીબોના ઘર બનવાના સમાચાર આવે છે
  • આવનારા એક-દોઢ વર્ષમાં ગુજરાતના તમામ ઘરને વીજળી મળશે
  • સરકારે રુપિયા આપ્યા પરિવારે શ્રમદાન આપ્યું
  • સરકારે ઠેકેદારો નહીં પરંતુ પરિવારો પર ભરોસો કર્યો
  • દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે અને ગરીબો સુધી 100 પૈસા પહોંચે છે: મોદી
  • દિલ્હીમાં પાસ થતું બજેટ હવે જનતા સુધી પહોંચે છે