કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ, ત્રણ કામદારોના મોત

ભરૂચઃ આજે વહેલી સવારે અંકલેશ્વરના પાનોલીની RSPL કંપનીમાં ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ છે. ગેસ લીકેજ થવાની દુર્ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા 3 કામદારોના મૃત્યુ થયાં છે. પાનોલીમાં આવેલી આ કંપની કેમિકલ બનાવે છે. આ કેમીકલ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી અને તેમા મોટી દુર્ઘટના ઘટી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં પોતાના રોજિંદા ક્રમ અનુસાર કામદારો પહોંચ્યા હતા અને ત્યારે અનલોડિંગની પ્રકિયા સમયે અચાનક ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતુ અને ત્રણ જેટલા કામદારો તેમાં સપડાઈ ગયા હતા આ તમામ કામદારોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું.

ઘટનાને પગલે કંપનીમાં પ્લાન્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓ પણ કેવી રીતે ગેસ લીકેજ થયો તે મામલે અજાણ છે. ત્યારે આખરે કંપનીમાં આવડી મોટી બેદરકારી કેવી રીતે થઈ અને આટલી ગંભીર ઘટના કેમ સર્જાઈ તે અંગે તપાસ હાથ ધરાવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]