વાહનચાલકો આનંદોઃ રાજ્ય સરકારની ત્રણ મહત્વની જાહેરાતો

ગાંધીનગરઃ ગુજરાત સરકાર આજે કરોડો વાહનચાલકો ખુશ થાય એવા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો રાજ્ય સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો નિર્ણય લીધો છે. આજે રૂપાણી સરકારે એક પત્રકાર પરિષદ દ્વારા જાહેરાત કરતા રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યા વધી ગઈ છે, જેને કારણે આરટીઓ પર કામનું ભારણ વધી ગયું છે. જેને કારણે વાહનચાલકોના કામ અટવાતા હતા. તેથી વાહનચાલકોના હિતમાં આ ત્રણ નિર્ણયો લેવાયા છે. જેમાં હવે વાહનચાલકો ઘરે બેસીને આરટીઓની અનેક પ્રોસેસ કરી શકશે.

રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણયો

વર્ષે 20 લાખથી લર્નિંગ લાયસન્સ નીકળે છે. 221 જેટલી આઈટીઆઈ તથા પોલિટેકનિક મળીને અંદાજિત 250થી વધુ જગ્યાઓથી લર્નિગ લાયસન્સ ઉપલબ્ધ કરી શકાશે. તેના માટે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે. આ તમામ જગ્યાઓથી લર્નિંગ લાયન્સ ઉપલબ્ધ થઈ શકશે. 15 નવેમ્બરથી આઇટીઆઇ ખાતે શિખાઉ લાયસન્સ આપવામાં આવશે. 25 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી 29 પોલિટેકનિક ખાતે કરવામાં આવશે.

ઓનલાઈન સેવામાં અન્ય 7 સેવાનો ઉમેરો કરાયો છે. જેમાં 14 લાખથી વધુ લોકો રિન્યુઅલથી અનેક કામગીરી ઓનલાઈન થઈ શકશે. કમ્પ્યુટર પર અરજી કરીને જ ઈશ્યુ થઈ શકશે. લાયસન્સ અને વાહન સંબંધી સેવાઓ આરટીઓ કચેરીએ જવાનું રહેશે. પણ ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે. હવે  વાહનની નોંધણી, ફેન્સી નંબર, સ્પેશ્યલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહન એન.ઓ.સી, એક્સ અને ફીની ચૂકવણી સહિત ૨૫ લાખ લોકો આરટીઓ કચેરી રૂબરૂ આવ્યા સિવાય હવે બેઠા સેવાઓનો લાભ લઇ શકશે. લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી, ડ્રાઇવિંગ લાયસન્સનું રિપ્લેસમેન્ટ, વાહન માટેની ડુપ્લીકેટ આરસી, વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશનની કામગીરી ઓનલાઇન કરી શકાશે.

દર વર્ષે 90 લાખ મોટા વાહનો ચેકપોસ્ટ પર ઉભા રહેતા હતા. જેમાં તંત્ર પણ કામે લાગતું હતું. તેથી 25 નવેમ્બરથી રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ થઈ જશે. તમામ સ્ટાફ એનફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં લાગશે. ચેકપોસ્ટ પર અવર ડાયમેન્શન ચેક કરતું હતું. જેમાં મોટી કંપનીઓને તેમાં રૂપિયા ભરવાના હોય છે. હવે આ તમામ કામગીરી ઓનલાઈન થશે. કંપનીઓને આરટીઓ પાસેથી ઓફલાઈનની સર્વિસ પણ મળી રહેશે. હાલ ચેકપોસ્ટની 300 કરોડની વાર્ષિક આવક છે. આઠ રાજ્યોમાં ગુજરાતમાં આવતી ટ્રકો આવે છે. ત્યાં મીટિંગ કરે છે. અને હવે બહારથી આવતી ટ્રકોનું પણ ઓનલાઇન પેમેન્ટ લેવાશે.

મુખ્યમંત્રીએ જાહેરાતમાં જણાવ્યું કે, વર્ષોથી આરટીઓ સંબંધિત ફરિયાદો આવતી હતી. લોકોની ફરિયાદ આવતી હતી. અમે આ મામલે બેઠકો કરી, જેમાં નિર્ણય લીધો કે, હવે જ્યારે ટેકનોલોજી ઉપલબ્ધ છે, તો કાયદાના પ્રોવિઝીનમાં મોટર વ્હીકલ એક્ટ મુજબ જે બાબતો ફરજિયાત કરવી હોય તો જ આરટીઓ ઓફિસ આવવું. નહિ તો મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ શકશે. આખા ગુજરાતમાં કરોડો વ્હીકલ્સની વ્યવસ્થાઓ કરવાની હોય છે. નવા વાહનોનુ રજિસ્ટ્રેશન, આરસીબુક, લર્નિંગ લાયસન્સ, ટેક્સ, પેમેન્ટ વગેરેની વિવિધ કામગીરીને કારણે લાખો લોકો રોજ આરટીઓ આવતા હોય છે. તેથી બને ત્યા સુધી આરટીઓમાં ફરજિયાત જવું પડે તો જ જવું. તેથી મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવાઈ છે. આરટીઓ ચલણની પણ હવે 20 તારીખથી ઈ-ચલણ કરવામાં આવશે. આરટીઓમાં અધિકારીઓ ગ્રાહકો પાસેથી હવે રોકડા નહિ લઈ શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]