રાજ્યમાં હજી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડી

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી આગામી બે દિવસમાં રાજ્યમાં વધારે ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી હજી ઠંડા પવનો ફૂંકાશે.

ત્યારે રાજ્યના મુખ્ય શહેરોના તામાનની વાત કરવામાં આવે તો, અમદાવાદ 9.8 ડિગ્રી, ડીસા 7.7 ડિગ્રી, વડોદરા 9.2 ડિગ્રી, નલીયા 6.4 ડિગ્રી, ન્યૂ કંડલા 9.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ 9.2 ડિગ્રી, અમરેલી 7.5, ગાંધીનગર 6.2 ડિગ્રી, મહુવા 8.9, દીવ 8.1 ડિગ્રી, અને વલસાડમાં 8.5 જેટલુ તાપમાન નોંધાયું છે. ત્યારે હજી આગામી પાંચ દિવસ સુધી વધારે ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હજી વધુ પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં છે.

તો આ સાથે જ ઠંડીના કારણે કેટલાક લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ઠંડીથી બચવા લોકો તાપણા અને ગરમ કાપડાઓનો ઉપયોગ કરી રહ્યા છે, તો કેટલાક લોકો વ્યાયામ અને કસરત કરી રહ્યા છે. અનેક લોકો ઠંડીથી બચવા અનેક પ્રકારના જ્યુસ પીને ઠંડી ઉડાડી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હજુ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, વલસાડ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લધુત્તમ તાપમાનનો પારો હજી વધુ નીચે જશે.