કરવેરામાં ઘણા બધા ફેરફાર કરવાની જરૂર હતીઃ કરવેરા નિષ્ણાતની વિડિયો મુલાકાત

અમદાવાદ– નાણાંપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલ બજેટથી કરદાતા થોડા નિરાશ થયા છે. વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો થવાની આશા ઠગારી નિવડી છે, તેમજ 80 સી હેઠળ બચતની મર્યાદા 1.50 લાખથી વધારીને 2 લાખ કરવાની અપેક્ષા પણ નિષ્ફળ ગઈ છે. કરવેરાના સ્ટ્રકચરમાં ઘણા બધા ફેરફાર કરવાની જરૂર હતી. પણ ઘણુ બધું થઈ શક્યુ નથી. એમ અમદાવાદના કરવેરા નિષ્ણાત ધીરેશભાઈ શાહે chitralekha.comના ન્યૂઝ એડિટર ભરત પંચાલને આપેલી સ્પેશ્યિલ મુલાકાતમાં જણાવ્યું હતું. જોઈએ આ વિડિયો મુલાકાત….