આજે ફોરેન્સિક યુનિવર્સિટીમાં યોજાશે વિશ્વની પ્રથમ સીમ્પોઝિયમ

ગાંધીનગર- ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં બુધવારે સૌપ્રથમ સીમ્પોઝિયમ યોજાશે.  એટલું જ નહીં, દુનિયાની સૌ પ્રથમ ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ એન્ડ ઇન્ટરનેશનલ સીમ્પોઝીયમ ઓન હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ’ બની રહેશે.ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરમાં ૨૦મી જૂને દુનિયાની સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ એન્ડ ઇન્ટરનેશનલ સીમ્પોઝીયમ ઓન હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સનું આયોજન કરાયું છે, તેમ જીએફએસયુના રજિસ્ટ્રાર દ્વારા જણાવાયું છે.

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસ (આઇ.સી.આર.સી.)ના સંયુકત ઉપક્રમે .૨૦/૦૬/૨૦૧૮ થી ૨૩/૦૬/૨૦૧૮ દરમિયાન યોજાનાર દુનિયાની આ સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સનો આવતીકાલ તા.૨૦/૦૬/૨૦૧૮ના રોજ સવારે ૯-૦૦ કલાકે શુભારંભ થશે. આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.એસ.ડાગુર અને આઇ.સી.આર.સી.નાં હેડ ઓફ રીજીયોનલ ડેલીગેશન  જેરમી ઇન્ગ્લેન્ડ હાજર રહીને પ્રેરક માર્ગદર્શન આપશે, તેમ વધુમાં જણાવાયું છે.