હવે વધુ રાહ નહી જોવી પડે, આગામી 5 દિવસમાં સાર્વત્રિક વરસાદનો વરતારો

0
1532

અમદાવાદઃ રાજ્યભરમાં મેઘરાજાએ ઓછાવત્તા પ્રમાણમાં એન્ટ્રી કરી છે. ક્યાંક વરસાદ પડ્યો છે તો ક્યાંક માત્ર અમીછાંટણા થયાં છે. ત્યારે વરસાદ લંબાઈ રહ્યો હોવાના કારણે જગતનો તાત પણ મુશ્કેલી અને ચિંતામાં મુકાયો છે. તો બીજી તરફ લોકો પણ ગરમી અને ઉકળાટમાં શેકાઈ રહ્યાં છે. અત્યારે વરસાદની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. પરંતુ હવે વરસાદને લઈને એક રાહતના સમાચાર આવ્યાં છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં વરસાદની સીસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે આગામી 4 થી 6 તારીખ સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. ત્યારે અમદાવાદમાં વરસાદનું વિધિવત આગમન થાય તેવી શક્યતા હવામાન ખાતા દર્શાવવામાં આવી છે અને તોફાની વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. પનવ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.