સરકાર લઘુતમ ટેકાના ભાવથી ડાંગર-મકાઇ-બાજરી ખરીદશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા. ૧૬/૦૫/૨૦૧૯ થી તા. ૩૧/૧૨/૨૦૧૯ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મકાઈ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો/ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૧૮૧૫/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૧૮૩૫/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૧૭૬૦/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ. ૨૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવી છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સંબંધિત ગ્રામ પંચાયતમાં (ઈ-ગ્રામ સેન્ટર ખાતે), નજીકના એ.પી.એમ.સી. ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતે તા. ૦૧/૧૦/૨૦૧૯ થી શરૂ થઈ છે જે તા. ૩૧/૧૦/૨૦૧૯ સુધી ચાલુ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]