આરોગ્યવિભાગની બેદરકારીનો ઘોર ‘નમૂનો’

અમદાવાદઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની પાસે આવેલી એએમસીની જૂની ઓફિસના સંકુલમાં પહેલાના સમયમાં લેવામાં આવેલા હજારો નમૂનાઓ મોટી સંખ્યામાં નધણિયાતી હાલતમાં જોવા મળ્યા હતા.

છેલ્લા બે વર્ષ બંધ પડેલી આરોગ્ય વિભાગની કચેરીના સંકુલમાંથી મળી આવેલા આ નમૂનાઓની ચકાસણી કરવામાં આવ્યા બાદ તેનો નિકાલ કરવાની જગ્યાએ તેને આવી હાલતમાં છોડી દેવામાં આવ્યા હતા. અત્યારે હાલ એસટી ઓફિસની બાજુમાં આરોગ્ય વિભાગ કાર્યરત હોવાથી આ કચેરી બંધ હાલતમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]