ધોરણ-10 ની પરિક્ષાનું 21 મેના રોજ પરિણામ જાહેર થશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થશે. ધો.10ના વિદ્યાર્થીઓને પરિણામ માટે બહુ રાહ જોવી નહીં પડે. વહેલી સવારે 6 કલાકે બોર્ડની વેબસાઇટ gseb.org અને સાથે સાથે httpss://gujarati.news18.com ઉપર પરિણામ મૂકાશે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે કુલ 137 ઝોનમાં આવેલા 1607 કેન્દ્રો કે જેમાં 5874 બિલ્‍ડીંગોનો સમાવેશ કરાયો હતો. તેના 63615 પરીક્ષા ખંડોમાં પરીક્ષાઓ લેવાઈ. બંન્નેની આ પરીક્ષાઓમાં કુલ 135 જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી. પરીક્ષાની કામગીરીમાં કુલ 85000થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. આ બંન્ને પરીક્ષાઓમાં કુલ18.50 લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી.

ધોરણ-10ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે સામાન્‍ય પ્રવાહના 5,33,626 અને વિજ્ઞાન પ્રવાહના 1,57,604 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.

ધોરણ-10ની પરીક્ષામાં કુલ 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતમાં સૌથી વધુ 98,563 વિદ્યાર્થીઓએ અને દીવમાં સૌથી ઓછા 1,317 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કુલ 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]