ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99 ટકા, પાંચ વર્ષ કરતાં ઓછુ પરિણામ

ગાંધીનગર– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99 ટકા આવ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઓછુ થયું છે. જાણવા મળ્યા મુજબ ગત પાંચ વર્ષ કરતાં પણ ઓછુ પરિણામ જાહેર થયું છે. 42 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. તેમજ રાજકોટ 85.03 ટકા પરિણામ સાથે મોખરે રહ્યું છે અને સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરનું નોંધાયું છે.બોર્ડ દ્વારા વેબસાઈટ https://www.gseb.org પર પરિણામ જાહેર

  • ગત વર્ષ કરતાં 8.9 ટકા પરિણામ ઓછુ
  • ગત પાંચ વર્ષ કરતાં આ વર્ષે ઓછું પરિણામ આવ્યું
  • બોડેલી કેન્દ્રનું સૌથી ઓછુ 27
  • 42 સ્કુલનો 100 ટકા પરિણામ
  • 188 દિવ્યાંગો પાસ થયા
  • પરિણામ ઓછુ આવ્યું છે, તે અંગે વિશ્લેષણ કરીશુઃ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા
  • 98,067 વિદ્યાર્થીઓ પાસ થાય, 77.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
  • રાજકોટ જિલ્લો 85.03 ટકા પરિણામ સાથે પ્રથમ નંબરે રહ્યો છે.
  • છોટાઉદેપુર 35.64 ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ નોંધાયું છે.
  • બોડેલી 27.61 ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ રહ્યું છે
  • ગુજરાતી માધ્યમનું 72.45 ટકા પરિણામ જાહેર થયું
  • અંગ્રેજી માધ્યમનું 75.98 ટકા પરિણામ આવ્યું
  • 140 કેન્દ્રો પર લેવાઈ હતી પરિક્ષા
  • 2017માં ધોરણ 12 સાયન્સનું પરિણામ 81.99 ટકા આવ્યું હતું, આ વર્ષે 2018માં 72.99 ટકા પરિણામ
  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રોલ- 95.65 ટકા
  • સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી- 27.61 ટકા
  • વધુ પરિણામ ધરાવતો જિલ્લો- રાજકોટ- 85.03 ટકા
  • ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો- છોટાઉદેપુર- 35.64 ટકા
  • 10 ટકા કરતાં ઓછુ પરિણામ ધરાવતી શાળાઓઃ 26
  • એ-1 ગ્રેડ મેળવતાં વિદ્યાર્થીઓની સંખ્યા- 136
  • એ-2 ગ્રેડ મેળવતાં વિદ્યાર્થીઓની સંખ્યા- 2838
  • એ ગ્રુપના ઉમેદવારોનું પરિણામ- 77.29 ટકા
  • બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ- 69.77 ટકા
  • એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ- 61.11 ટકા
  • ગેરરીતિના કેસની સંખ્યા- 120