અંબાજી-પાલનપુર દૂરદર્શન રીલેકેન્દ્ર બંધ કરવા આદેશ

અંબાજી– બનાસકાંઠા જિલ્લાના બે દૂરદર્શન ટીવી રીલે કેન્દ્રો બંધ કરવા કરાયો આદેશ અપાયો છે. અંબાજી અને પાલનપુરમાં 31જાન્યુઆરીથી રીલે કેન્દ્રો પરથી પ્રસારણ સેવા બંધ કરવામાં આવશે.doordarshanભારત સરકારની વિવિધ ઉપલબ્ધિ, પ્રજાલક્ષી સરકારી યોજનાઓ તેમ જ સરકારે પ્રજાલક્ષી કરેલી કામગીરીના અહેવાલો પ્રજા સુધી ટીવી માધ્યમથી પહોંચી શકે તે માટે ભારત સરકાર દ્વારા વિવિધ સ્થળોએ દૂરદર્શન ચેનલ સરળતાથી જોઈ શકાય તે માટે રીલે કેન્દ્રો સ્થાપિત કરાયાં હતાં. જોકે કોઈપણ કારણોસર આ વર્ષે મોટાભાગના આવા દૂરદર્શન ટીવી રીલે કેન્દ્રો પ્રશ્ર ભારતી બોર્ડ દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
જેને લઇ બનસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી અને પાલનપુરના પ્રસારભારતીના બે દૂરદર્શન  ટીવી રીલે કેન્દ્રો પરની પ્રસારણ સેવાઓ આગામી તારીખ 31 જાન્યુઆરી 2018ના મધ્યરાત્રિથી બંધ કરી દેવામાં આવશે. જે હવે પછીથી ડી ડી નેશનલ અને સી સી ગિરનારની સેવાઓ દૂરદર્શનના ડીટીએચના માધ્યમથી પ્રસારણ જોઈ શકાશે.