સાવજે ઘરમાં જમાવ્યો અડીંગો, ગ્રામજનોમાં મચી ભાગમભાગ

અમરેલીઃ ધારી તાલુકાના પાતળા ગામે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસી જતા અફડાતફડીનો માહોલ ફેલાયો હતો. સિંહ એક ઘરમાં રાખેલા મગફળીના ઢગલા પર બેસી ગયો હતો. આ મકાન ગામની ભાગોળમાં આવેલી વાડીમાં છે. અને અહીંયા સિંહ આવી ગયો છે તેની ખબર પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

અડધો કલાક સુધી અહીંયા રહ્યા બાદ સીંહે જંગલની વાટ પકડી હતી. સિંહના આ ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે એકાએક સિંહ આ પ્રકારે ઘરમાં ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]