સૂરતીઓ માટે આનંદો! કસ્ટમ અને વિઝા ક્લીયરન્સ ઇમીગ્રેશન સ્ટાર્ટ

સૂરતઃ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા માટે સતત લડત ચલાવી રહેલા સૂરતીલાલાઓને આખરે સફળતા મળી છે. ભારત સરકારની હોમ મિનિસ્ટ્રીએ સૂરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ચેકપોસ્ટની સુવિધા શરૂ કરતું એક અધિકૃત ગેઝેટ બહાર પાડ્યું છે. ત્યારે હવે સાચા અર્થમાં સૂરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બન્યું છે. ખુશીની વાત છે કે સૂરત એરપોર્ટ પર હવે પાસપોર્ટ, વિઝા ક્લીયરન્સની કામગીરી થઈ શકશે.

કેન્દ્ર સરકારની હોમ મિનિસ્ટ્રીએ એક ગેઝેટ બહાર પાડી ઈમિગ્રેશન ક્લિયરન્સ ચેકપોસ્ટ સૂરત એરપોર્ટ પર શરૂ કરવા જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ભારત સરકારના કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સૂરત એરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ફાળવવાની જાહેરાત કરાઈ હતી અને ત્યારબાદના થોડા સમયમાં જ હવે ભારત સરકાર દ્વારા એક ગેઝેટ બહાર પાડીને સૂરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સની સેવા શરૂ કરવાની અધિકૃત જાહેરાત કરાઈ છે.

એક સમય હતો કે જ્યારે સૂરતની તાપી નદીના તટ પર 84 દેશના વાવટા ફરકતા હતા પરંતુ સમય જતા બધું થોડું ભૂસાઈ ગયું પરંતુ હવે જ્યારે સૂરત ઈન્ટરનેશન એરપોર્ટ બન્યું છે ત્યારે અનેક દેશોના વિમાનો સૂરતના એરપોર્ટ પર લેન્ડ થશે તે દિવસ દૂર નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]