અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ પર અમદાવાદમાં ચાલી રહેલા રાજદ્રોહ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ દ્વારા કરાયેલી અરજી નામંજૂર કરી દીધી છે. હાર્દિકે પોતાને કેસમાંથી મુક્ત કરવા માટે અરજી કરી હતી, જોકે સેશન્સ કોર્ટે આ અરજી નામંજૂર કરી છે. હાર્દિક પટેલે કેસમાંથી મુક્ત કરવા માટે અરજી કરી હતી જે અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે.
અગાઉ પણ હાર્દિક સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જેમાંથી તેમને મુક્તિ પણ મળી છે. 20 ઓકટોબર 2015માં હાર્દિક પટેલ સામે રાજકોટ પોલીસે રાષ્ટ્રધ્વજનાં અપમાન બદલ દાખલ કરેલા રાષ્ટ્રદ્રોહના કેસને રાજકોટના કલેકટરે પાછો ખેંચી લીધો હતો. ભારત અને સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મેચનો વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે હાર્દિક અને પાટીદાર અનામત આંદોલનની ટીમ રાજકોટ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે પહોંચી હતી. હાર્દિકે તે સમયે કાર પર ચઢીને રાષ્ટ્ર ધ્વજ ઉંધો ફરકાવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે હાર્દિક સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.