મેડિકલમાં પ્રવેશ મામલે ગુજરાત હાઈકોર્ટનો દૂરોગામી ચૂકાદો

અમદાવાદ– વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત હાઇકોર્ટએ મોટો ચૂકાદો આપ્યો છે. ગુજરાતમાં સ્થિત ડીમ્ડ યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ માટે એલિજિબલ હોવાનો હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદાની દૂરોગામી અસર પડશે.પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલમાં પ્રવેશ માટેના ગુજરાત સરકારે બદલેલા નિયમને હાઇકોર્ટે ગેરકાયદે ઠેરવ્યો છે. ગુજરાતમાં સ્થિત ડીમ્ડ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને માત્ર ઑલ ઇન્ડિયા ક્વૉટામાં જ પ્રવેશ આપી શકાય તેવો રાજ્ય સરકારે કોર્ટમાં દાવો કર્યો હતો. સરકારની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી દીધી છે અને નિયમને પક્ષપાતી ગણાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]