અમદાવાદમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ– ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, હવે અમદાવાદમાં વરસાદ આવવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણને પગલે આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જેને પગલે અમદાવાદ કલેક્ટરે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાવચેત રહેવા ટ્વીટ કરીને અપીલ કરી છે અને તાત્કાલિક ધોરણે ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ બનાવી દીધો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં તેમજ ડાંગ, તાપી, વલસાડ, નવસારી સૂરત, દમણ, દાદરા અને નગર હવેલી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ કલેક્ટરે તાત્કાલીક ધોરણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે જણાવ્યુ છે. એટલુ જ નહીં અમદાવાદ કલેક્ટરે અતિભારે વરસાદની આગાહીને પગલે  કંટ્રોલ રૂમ ઉભા કર્યા છે.
ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં.-(079) 27560511
AMC કંટ્રોલ રૂમ નં.- (079) 26582520 અને 26582530

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]