‘કેલફેસ્ટ-2020’ની પ્રથમ વર્ચ્યુઅલ આવૃત્તિ યોજાઈ

અમદાવાદઃ ‘પ્રત્યેક બાળક વિશેષ છે, પ્રત્યેક બાળક આશીર્વાદરૂપ છે, પ્રત્યેક બાળકને તકની જરૂર છે’, એ મુજબના પોતાના મૂળભૂત સિદ્ધાંતને અનુરૂપ રહી કેલોરેક્સ ગ્રુપ દ્વારા સંચાલિત થતી શાળાઓ દ્વારા દર વર્ષે ‘કેલફેસ્ટ’નું આયોજન કરવામાં આવે છે.

 વાર્ષિક પરંપરાને આગળ વધારતા કેલોરેક્સ ગ્રુપ દ્વારા સંચાલિત થતી ચાર શાળાઓએ ‘કેલફેસ્ટ 2020’ નામના મેગા ઇન્ટરસ્કૂલ ફેસ્ટિવલ હેઠળ વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ફેલાયેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને પહેલી વાર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયેલો આ કાર્યક્રમ ગુરુવારે દિવસ દરમિયાન ચાલ્યો હતો. ગ્રુપના આ વાર્ષિક કાર્યક્રમમાં દેશના વિવિધ હિસ્સાઓમાંથી 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ વર્ષે કેલોરેક્સ પબ્લિક સ્કૂલ-ઘાટલોડિયા, ભરૂચમાં આવેલી નર્મદા કેલોરેક્સ પબ્લિક સ્કૂલ, કેલોરેક્સ પબ્લિક સ્કૂલ-મુંદ્રા અને કેલોરેક્સ પબ્લિક સ્કૂલ-રાજુલાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક ટીમે ભેગા મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં છટાદાર વક્તવ્ય, ઝૂમ વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ ડિઝાઇનિંગ (થિમ આધારિત), સંસ્કૃત શ્લોકોનું ગાન, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક (સોલો), માઇમ (સોલો), કાવ્યગાન, ફેશન ડિઝાઇનિંગ, યોગ, વાર્તા કહેવી, પોસ્ટરની રજૂઆત, કોઈ થિમ પર ઈ-કાર્ડ બનાવવા, વક્તૃત્વ સ્પર્ધા અને ફેન્સી ડ્રેસ વગેરે સહિતની વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

દેશની ઓછામાં ઓછી 30 શાળાના વિદ્યાર્થીઓ આ વર્ચ્યુઅલ ઇવેન્ટનો હિસ્સો બન્યા હતા. આ ઉપરાંત વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાંથી આવનારા 25 જેટલા મહાનુભાવો આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]