‘મહાત્મા ગાંધી સંચારની શાશ્વત કળા’ પુસ્તકનું CMના હસ્તે વિમોચન

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી ડૉ. ધીરજ કાકડીયા લિખિત ‘‘મહાત્મા: એ ગ્રેટ કોમ્યુનિકેટર’’ અંગ્રેજી પુસ્તકનું અનુવાદિત ગુજરાતી પુસ્તક ‘‘મહાત્મા ગાંધી સંચારની શાશ્વત કળા’’નું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.

આ પુસ્તકની પ્રસ્તાવના ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ભારતરત્ન ડૉ. એમ. જે. અબ્દુલ કલામે લખી છે.

આ પ્રસંગે કહ્યું કે, તત્કાલિન યુગમાં ટીવી, ઇન્ટરનેટ, સોશિયલ મિડીયા જેવા માધ્યમો ન હોવા છતાં પણ મહાત્મા ગાંધીએ આઝાદીની ચળવળ અને સ્વરાજ્ય માટેના સંદેશની જાગૃતિ આગવી કોમ્યુનિકેશન સૂઝથી વિકસાવેલી.  તેમણે પ્રવર્તમાન યુગમાં આધુનિક મિડીયા સંચાર માધ્યમોના વ્યાપક ઉપયોગ વચ્ચે ડૉ. કાકડીયાનું આ પુસ્તક યુવા પેઢીને પૂરાતન પ્રચાર-સંચાર માધ્યમોની અસરકારકતાથી અવગત કરાવશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

ગાંધીજીના પૌત્રીના પૌત્રી ડૉ. સોનલબહેન પરીખે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત કરાયું છે. સંચારના એક શાશ્વત સાધન તરીકે ‘‘આત્મિક પ્રત્યાયન’’માં ગાંધીજીની નિપુણતાને ઉજાગર કરતા આ પુસ્તકમાં વિવિધ ચિન્હો દ્વારા પણ સંદેશ પ્રસાર કેવી રીતે થતો હતો તેનું હૂબહૂ વર્ણન કરાયું છે.

મનોરંજન વિભાગના ભૂતપૂર્વ કમિશનરને હાલ ગ્રામીણ વિકાસ વિભાગમાં વિશેષ નિદેશક તરીકે ફરજ બજાવતા લેખક ડૉ. ધીરજ કાકડીયાએ કહ્યું કે પુસ્તક એ મારા PhDના શોધનિબંધની નિષ્પતિ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા ગાંધીની ચૌદ જેટલી અનોખી ચેષ્ટાઓ એક અનૌપચારિક મુલાકાતમાં વર્ણાવી હતી જેને લેખકે આ પુસ્તકમાં હૂબહૂ રજુ કરી છે. ચરખો, ગાંધી ટોપી જેવા ચિન્હો દ્વારા કે પ્રતીકો દ્વારા પ્રત્યાયનની મહાત્મા ગાંધીની વિદ્વત્તા ઉપર પુસ્તકમાં લેખક ડૉ. ધીરજ કાકડીયાએ સમુચિત પ્રકાશ ફેંકયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]