જમીન ભોગવટો કાયદેસર કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી લંબાવાઇ

ગાંધીનગર- રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા શહેરી જમીન ટોચમર્યાદા કાયદા અંતર્ગત વધારાની ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્‍ત થયેલ જમીનો પૈકીની ચોક્કસ જમીનોનો ભોગવટો કાયદેસર કરવા અંગેની અરજી સ્‍વીકારવાની સમયમર્યાદા આગામી તા.૩૧-૦૩-ર૦૧૮ સુધી લંબાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાઓનું મહેકમ ચૂંટણી સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હોવાથી મહત્તમ ભોગવટેદારો આ અધિનિયમનો લાભ ઉઠાવી શકે તે હેતુસર તા.૩૧-૦૩-ર૦૧૮ સુધી અરજીઓ સ્વીકારવાનો નિર્ણય કરાયો છે, તેમ મહેસૂલ વિભાગની યાદીમાં જણાવાયું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]