ઉત્તરકાશી અકસ્માતમાં માર્યાં ગયેલાં યાત્રાળુના મૃતદેહ વિમાનમાર્ગે લવાશે રાજકોટ…

રાજકોટઃ રાજકોટથી ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિઓની બસ ઉત્તરાખંડના ભીરવાડીથી 10 કિ.મી દૂર 60 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં રાજકોટના સાત વ્યક્તિ સહિત કુલ 9 લોકોના મૃત્યું થયા છે. તો આ સીવાય પાંચ લોકોને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર મામલાની જાણ રાજકોટમાં રહેતા પરિજનોને થતા તે લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે. ત્યારે મુખ્યપ્રધાન રુપાણીએ અધિકારીઓને મૃતકોના પાર્થિવ દેહને રાજકોટ લાવવા વિશેષ વિમાનની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે અને સાથે જ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવા પણ અધિકારીઓને મુખ્યપ્રધાન દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

દરમિયાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અધિકારીઓને મૃતકોના પાર્થિવ દેહને રાજકોટ લાવવા માટે વિશેષ વિમાનની વ્યવસ્થા કરવા જણાવ્યું છે તથા ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે જોવા પણ કહ્યું છે.

યાત્રાળુઓ ગંગોત્રી દર્શન કરવા ગયા હતા. ગંગોત્રી દર્શન કરીને આ યાત્રાળુઓની બસ પરત ફરી રહી હતી તે સમયે ઉત્તરાખંડના ગંગોત્રી ઋષીકેષ હાઈવે પર ભીરવાડીથી 10 કિલોમીટર ભેખડો ધસી પડતાં અને અચાનક મોટા ખડકો રસ્તા વચ્ચે આવી જતાં ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ભાગીરથી વહી રહી છે તે ખાઈમાં મિની બસ પટકાઈ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]