સૂરત જીઆઈડીસીમાંથી પરપ્રાંતીયનો મૃતદેહ મળી આવતાં ચકચાર

0
1311

સુરતઃ ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાને પગલે પરપ્રાંતીયો વતન વાપસી કરી રહ્યાંનો મુદ્દો ગરમ છે ત્યાં સૂરતમાંથી મળતાં આ સમાચારે પ્રશાસન માટે ચિંતા ઊભી કરી છે. સૂરતના માંગરોળ વિસ્તારમાં આવેલી જીઆઈડીસી વિસ્તારમાંથી એક બંધ મકાનમાંથી એક પરપ્રાંતીયનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવતા ચકચાર વ્યાપી ગઈ છે.

જે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે તે વ્યક્તિ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતો હતો. આ વ્યક્તિ જે રુમમાં રહેતો હતો તે જ રુમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આ હત્યા છે કે આત્મ હત્યા તે અંગે તપાસ શરુ કરી છે.