કેલિફોર્નિયાના જંગલમાં ગુમ થયેલા સૂરતી પરિવારના મૃતદેહ મળી આવ્યાં

કેલિફોર્નિયાઃ અમેરિકામાં રહેતો સૂરતી પરિવાર ગત પાંચમી એપ્રિલથી ગુમ થયો હતો. પરિવાર મૂળ સૂરતનો હતો અને અમેરિકામાં સહપરિવાર સ્થાયી થયો હતો. આ પરિવારના ચાર સભ્ય કેલિફોર્નિયાના જંગલમાં ફરવા ગયાં હતાં અને તે દરમિયાન આખો પરિવાર ગુમ થઈ ગયો હતો. આ પરિવારના તમામ ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યાં છે.

સૂરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈનો દીકરો સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતો હતો. તે વેકેશન દરમિયાન પત્ની અને બે સંતાનો સાથે કેલિફોર્નિયાના જંગલમાં ફરવા ગયા હતાં. પાંચમી એપ્રિલથી ગયેલા આ પરિવારનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી તેમનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. ઓરેજોસથી સાન જોસ તરફ ભારે વરસાદના પગલે પાણીના પૂરમાં કારમાં તણાઈ ગયાં હતાં. કેલિફોર્નિયા પોલીસના જણાવ્યા અનુસાર, થોટ્ટાપિલ્લઈ પરિવારના ચારેય સભ્યો સંદીપ, પત્ની સૌમ્યા, દીકરી સાચી અને પુત્ર સિદ્ધાંતના મૃતદેહ મળી આવ્યાં છે. સંદીપ અને દીકરી સાચીના મૃતદેહ નદીમાં કારમાંથી મળી આવી છે. જ્યારે પત્ની સૌમ્યા અને દીકરા સિદ્ધાંતના મૃતદેહ બે કિલોમીટર દૂર નદીકિનારેથી મળી આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]