સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ વિરોધ કરનારાની યાદીમાં વધુ એક જૂથ જોડાયું

રાજકોટઃ  31મી ઓક્ટોબરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણનો કાર્યક્રમ વિરોધ કરનારાની યાદીમાં વધુ એક જૂથ જોડાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને અનાવૃત કરશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમયે એસપીજી દ્વારા વિરોધ વ્યક્ત કરતો અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

એસપીજી દ્વારા 31 ઓક્ટોબરે રાજકોટમાં કર્મવીર રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ઉત્તર ગુજરાતમાંથી 143 જેટલી કાર એક સાથે રાજકોટ પહોંચશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કાર્યક્રમ આયોજિત થશે તેની સામે એસપીજી દ્વારા આ સમાંતર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સરદાર પટેલની 143મી જયંતી હોવાના કારણે 143 જેટલી કાર રેલીમાં જોડાશે. અમદાવાદથી કાર રેલી રાજકોટ પહોંચશે. અને રાજકોટમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]