ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો વધતો ભરડો, આજે ત્રણના મરણ…જાણો રાજ્યમાં સ્થિતિ

ગાંધીનગર- અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુએ ભરડો લીધો છે ત્યારે આરોગ્યતંત્ર પણ સુસ્ત હાલતમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સ્વાઈનફ્લુ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુને કારણે 3 લોકોના મોત થયાં છે, જ્યારે 51 નવા કેસો નોંધાયા છે.જિલ્લા પ્રમાણે આજે સ્વાઈન ફ્લુના નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 22, વડોદરામાં 7, સૂરતમાં 5, રાજકોટમાં 3 ખેડામાં 2, આ ઉપરાંત ગાંધીનગર, ભારનગર, આણંદ, અમરેલી, જૂનાગઢ અને નવસારી ખાતે 1-1 નવા કેસ નોંધાયા હતાં. અમદાવાદ 22 કેસ સાથે મોખરે રહ્યું છે.

સૂરત ખાતે 2 અને ગીર-સોમનાથમાં 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગત 1લી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કુલ 975 કેસ નોંધાયા છે. જેમાંથી 366 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 582 દર્દીઓ સાજા થઈ ગયા છે. અને કુલ 27 લોકોના મોતો નિપજ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]