કાંકરિયા કાર્નિવલમાં સ્વચ્છતા ઝૂંબેશનો આધુનિક નજારો..

અમદાવાદ- સમગ્ર દેશ સ્વચ્છતા ઝૂંબેશ તરફ આગળ વધી રહ્યો છે. સ્વચ્છતા ઝૂંબેશ માટે સરકારની સાથે અનેક ખાનગી સંસ્થાઓ પણ જોડાઇ છે. સમાચાર પત્રો, હોર્ડિગ્સ,સોશ્યલ મીડિયા, ઇલેકટ્રોનિક્સ મીડિયા જેવા અનેક માધ્યમો દ્વારા પ્રજાને ભારતને સ્વચ્છતા તરફ લઇ જવાની જાહેરાતો કરાય છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ ઝૂંબેશને સૂકા-ભીના કચરા દ્વારા વેગવાન બનાવાઇ છે.

આ ઝૂંબેશનો એક નવો આધુનિક નજારો દર વર્ષે અ.મ્યુ.કો દ્વારા થતા કાંકરિયા કાર્નિવલમાં જોવા મળ્યો.

કાંકરિયા કાર્નિવલમાં સૂકો-ભીનો કચરો એકઠો કરવા માટે એકદમ આધુનિક  ઇ-સ્વચ્છબિન મુકવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતની  આ  સ્વચ્છતા ઝૂંબેશમાં કાંકરિયા ખાતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. સેન્સર સાથેના આ આધુનિક કચરા પેટીઓ કાયમ માટે મુકવામાં આવશે.

આ આધુનિક ઇ-સ્વચ્છબિનમાં  ઠલવાયેલો કચરો વધારે માત્રામાં થતાની સાથે જ સેન્સર કાર્યરત થઇને કાંકરિયા લેક ફ્રન્ટના અધિકારીઓને મોબાઇલ એપ્લિકેશન થી  જાણ કરશે. એપ્લિકેશનમાં મેસેજ જોતાની સાથે જ આ કચરા પેટીના કચરાનો નિકાલ કરી દેવામાં આવશે.
શહેરને સ્માર્ટ સિટી તરફ લઇ જવા કચરા માટેના આ નવતર પ્રયોગની સાથે કાંકરિયાના આ કાર્નિવલ-2018માં સ્માર્ટ ટોઇલેટ પણ મુકવામાં આવ્યું છે. જે અમદાવાદ શહેરની સાથે કાર્નિવલને બહારગામ થી માણવા આવતા લોકો સમક્ષ મુકી સ્વચ્છતા માટે જાગૃત કરવાના પ્રયાસ સમાન છે.
તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ 
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]