સુરેન્દ્રનગરની ગોઝારી ઘટનાઃ ટીવીમાં બ્લાસ્ટ થતાં માતાપુત્રી જીવતાં ભૂંજાયાં…

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં એક ગોઝારી ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી. જે આગમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. ઘટના સુરેન્દ્રનગરના બામણબોરના આનંદપુરની છે જ્યાં ટીવીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા વિસ્તારના મામલતદાર સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

સુરેન્દ્રનગરના બામણબોરના આનંદપુરમાં ઘરમાં માતા અને પુત્રી ટેલિવીઝનમાં જોઇ રહ્યા હતા. કોઇ કારણોસર અચાનક ટીવીમાં ઘડાકાભેર બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ ઘરમાં આગ લાગી ગઇ હતી. ટીવીમાં લાગેલો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, ઘરના નળીયા પણ ઉડાવી દીધા હતા. આ બ્લાસ્ટમાં માત અને પુત્રીનું ઘટન સ્થળે જ મોત થયું હતું.

ટીવીમાં થયેલા બ્લાસ્ટમાં ઘરમાં ટીવી જોઇ રહેલા માતા અને પુત્રીનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી છે. બ્લાસ્ટ થતા આજુબાજુના વિસ્તારના લોકોમાં બ્લાસ્ટના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને કારણે મામલતદાર અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]