માતાએ પુત્રને ફેંકી 12માં માળેથી લગાવી મોતની છલાંગ

0
2278

રત:  આજે વહેલી સવારે સૂરતના પાલ વિસ્તારના સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં એક માતાએ પુત્રને 12માં માળેથી ફેંકી દીધો હતો અને બાદમાં પોતે પણ 12માં માળેથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.પુત્રની ઉંમર માત્ર 5 વર્ષની હતી.  જ્યારે માતાની ઉંમર 29 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. માતાએ કયા કારણોસર આત્મહત્યાનું  પગલું ભર્યું હતું તે હજી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલિસે ઘટનાસ્થળ પર પહોંચી  આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક જાણકારી મુજબ મહિલાના પતિ આવકવેરા વિભાગમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે અને  આ પરિવાર હરિયાણાનો વતની છે. મૃતક મહિલાનું  નામ ચંચળબહેન છે, જેની ઉંમર 29 વર્ષ છે. પુત્રનું નામ અનિકેત છે જેની ઉંમર 5 વર્ષની છે.