સૂરત ટ્યૂશન ક્લાસ આગનો રીપોર્ટ મુખ્યપ્રધાનને સોંપાયો, તારણો…

ગાંધીનગર– સૂરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી આગે 22 બાળકોનો ભોગ લીધો છે. આ ઘટનાની તપાસ કરી પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા હતાં. જેને પગલે અગ્રસચિવ, શહેરી વિકાસ વિભાગ મૂકેશ પુરીએ રીપોર્ટ તૈયાર કર્યો છે.

મીકેશ પુરીએ આ રિપોર્ટ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. પુરીએ આ પ્રારંભિક તપાસમાં સ્થળ મુલાકાત, ઈજાગ્રસ્તોની મુલાકાત વગેરે બાબતોની તપાસ કર્યા બાદ આ અંગે અંશો રજૂ કર્યા હતાં. તેમણે કહ્યું કે, આ બિલ્ડિંગમાં લાગેલી આગે જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. મેં જ્યારે સ્થળની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે અહીં કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યાં હતાં.

બિલ્ડિંગની મંજૂરી ઈમ્પેક્ટ ફી ભરીને મેળવવામાં આવી છે. આ બિલ્ડિંગને જ્યારે ઈમ્પેક્ટ ફી મુજબ કાયદેસર કરવાની અરજી આવી ત્યારે ત્રણ માળ દર્શાવાયા હતાં ઉપરના ભાગે ડોમ જેવું સ્ટ્રક્ચર કે જ્યાં ક્લાસીસ ચાલી રહ્યાં હતા તે અહીં અરજીમાં દર્શાવાયું ન હતું. જો કે, જે તે સમયે એન્જિનિયરે રૂબરૂ સાઈટ વિઝિટ કરવાની હતી પરંતુ તેમણે સાઈટ વિઝિટ કર્યા વગર મંજૂરી આપી દીધેલી છે.

મુકેશ પુરીએ આગળ કહ્યું કે, અન્ય એક બાબત એ પણ છે કે, આ ક્લાસીસમાં બાળકોને બેસવા માટે ખુરશી અપાતી ન હતી કારણ કે ડોમને ઊભી કરવામાં આવેલી જગ્યામાં જો ખુરશી આપે તો બેસવામાં અગવડ પડે તેમ હતી તેથી બાળકોને બેસવા માટે પણ ટાયર્સ ભેગા કરી તેને શણગારીને બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જેથી ટાયર્સનું સળગી ઉઠ્યાં અને તેમનો ધૂમાડો પણ એટલો ગંભીર હતો. આ ઉપરાંત ડોમને કારણે આગ અને ધુમાડાને વેન્ટિલેશન મળે તેમ જ ન હતું, જેથી ધુમાડો અંદર વધુ સમય રહ્યો હતો, અને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

આગળ કાચને કારણે પાણી અંદર પહોંચી શકે તેવો રસ્તો જ ન હતો. બાળકોએ જે કાચ તોડ્યા હતાં ત્યાંથી જ પાણી અંદર જઈ શકે તેમ હતું. ફાયર વિભાગ પાસે ચોથા માળ સુધી સીડીઓ પહોંચી શકે તેવી વ્યવસ્થા ન હતી તે વાત સાચી છે. સtરતમાં બે હાઈડ્રોલીક બંબા છે એક 55 મીટર અને બીજો 22 મીટર સુધી પહોંચી શકે તsવો. આ બંબા ઘટના સ્થળ સુધી પહોંચે તેમાં 40 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. જો કે, આ બંબા પહોંચે તે પહેલા આગ પર કાબt મેળવી લેવાયો હતો અને દુર્ઘટના ઘટી ચૂકી હતી. આ ઉંચાઈ પર જઈ શકે તેવા હાઈડ્રોલીક બંબાને તાત્કાલિક સ્થળ પર પહોંચવાનો મેસેજ કેટલા વાગ્યે આપવામાં આવ્યો તે અંગે હજુ વધુ તપાસ કરવામાં આવશે.

વધુમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બિલ્ડિંગ ત્રણ બાજુથી બંધ હતી. બિલ્ડિંગમાં અન્ય એક રસ્તો પણ હતો કે જ્યાંથી બાળકો સહિતના ત્યાં ફસાયેલા લોકો બહાર નીકળી શક્યા હોત પણ કોઈ વ્યક્તિએ તે દરવાજો જ બંધ કરી દીધો હતો. જેને પગલે એક્ઝિટનો રસ્તો બંધ થવાથી બાળકોએ આગળના ભાગમાં આવેલા કાચને તોડીને ત્યાંથી કtદીને જીવ બચાવવાનો નિર્ણય કર્યો. હાલમાં આ પ્રાથમિક રિપોર્ટ છે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. જવાબદારો સામે કાર્યવાહી થશે તેમ મtકેશ પુરીએ જણાવ્યું હતું.