સૂરત સજશે નવા રંગરુપઃ 286 જંક્શનનો સર્વે શરુ

સૂરતઃ જેમ ઘરને સમયાંતરે ઉકેલવાની જરુરત વર્તાય તેમ મોટા શહેરોના જંકશન્સને પણ દાયકાઓ વીત્યે નવા રંગરુપ આપવાનાં થતાં હોય છે. દક્ષિણ ગુજરાતના મહત્ત્વના મહાનગર સૂરતમાં આ કામ થવા જઇ રહ્યું છે.રીડેવલપમેન્ટ દરમિયાન સૂરતના રસ્તાઓને વિશાળ, મધ્યમ અને નાના એમ ત્રણ કેટેગરીમાં મૂકાશે. ક્રોસ રોડને ચાર કેટેગરીમાં વિભાજિત કરાશે. અતિવ્યસ્ત એ અઠવા ગેટ ક્રોસ રોડને મલ્ટિલેગ્ડ ઇન્ટરસેક્શન કેટેગરીમાં મૂકવામાં આવશે. સૂરતના રોડ અને રોડ જંક્શન્સનો આ પ્રકારનો છેલ્લાંમાં છેલ્લો સર્વે 2005માં કરવામાં આવ્યો હતો.

સૂરતના 24 રોડ જંકશન્સ પર હાલમાં મોટા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આગામી આયોજનને ધ્યાનમાં લઇ એસવીએનઆઈટીના નિષ્ણાતો એક સર્વે કન્ડક્ટ કરી રહ્યાં છે. જંકશન્સના રીડિઝાઇન્સનો આ સર્વે એક માસ કરતાં વધુ સમય ચાલશે.મેન્યુઅલ કાઉન્ટ, વિડીયોગ્રાફી, બ્લૂટૂથ અને વાઇફાઇ વગેરેના ઉપયોગ કરીને શહેરના ડાટા ક્લેક્શનમાં સૂરતની ગીચતાનું માપ કાઢવામાં આવશે.

સૂરતમાં 3200 કિમી રોડ વિસ્તારમાં 286 જંકશન્સ છે. જ્યારે શહેરની વસ્તીમાં છેલ્લાં એક દાયકામાં 60 ટકા વધારો થયો છે. વાહનોની સંખ્યામાં 80 ટકાનો વધારો નોંધાયો છે. ત્યારે વધુ જગ્યા મેળવવા જંક્શન્સનું રીડેવલપમેન્ટ જરુરી બન્યાંનું સૂરત કોર્પોરેશન માને છે.

સૂરત કોર્પોરેશને એક્સપર્ટ પેનલ માટે દરખાસ્ત મૂકી બનાવેલી પેનલમાં ડૉ. જી જે જોશી, ડૉ. શ્રીનિવાસ અરકાટકર અને  આશિષ દમણિયાનો સમાવેશ થાય છે.