રેશનિંગની દુકાનમાંથી પુરવઠો ઉપાડવાની કામગીરી બંધ, જાણો કારણ…

અમદાવાદઃ શહેર અને જિલ્લાની રેશનીંગની દુકાનોમાં આવશ્યક ચીજવસ્તુઓ સહિતનો અનાજનો પુરવઠો પુરો પાડતા શાહીબાગ ખાતેના ગોડાઉનથી નીકળતા વાહનોને શહેર પોલિસ વિભાગની હેરાનગતિને લઈને કોન્ટ્રાક્ટરો તેમ જ પુરવઠો ભરતા વાહનચાલકોએ ગોડાઉનથી પુરવઠો વધુ એકવાર ઉપાડવાનો બંધ કયોઁ છે. શહેર પોલિસ કમિશનર તેમ જ પુરવઠા વિભાગને લેખિત અરજી સાથે ઉગ્ર રજૂઆતો પણ કરી છે.

અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવરને લઈને શહેર પોલિસ વિભાગ આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાના વાહનોને પણ રોકી દંડાત્મક કાર્યવાહી કરતા પુરવઠો ઉપાડવાનું બંધ કરાયુ છે. દરમાસ મહિનાની પહેલી તારીખ સુધીમાં પુરવઠો રેશનિંગની દુકાનોમાં પહોંચાડતાં કોન્ટ્રાક્ટરોએ છેલ્લા ચાર દિવસથી પુરવઠો જ નથી ઉપાડ્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]