કુપોષણ નિયંત્રણની ‘પૂર્ણા’ યોજના લોન્ચ,આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન અપાશે

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ મહિલા-બાળ વિકાસ વિભાગના ઉપક્રમે રાજ્યવ્યાપી પોષણ કાર્યક્રમનો મહાત્મા મંદિરથી રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો તેમજ રાજ્યસ્તરીય અભિમુખતા કાર્યશાળાનું ઉદઘાટન કર્યુ હતું.આ કાર્યશાળામાં જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમ જ ICDS ઓફિસર્સ અને પોષણ અભિયાનમાં સહયોગી સેવા સંસ્થાઓના પદાધિકારીઓ જોડાયાં હતાં. આ યોજનાનો હેતુ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પહોચાડી ભવિષ્યની માતા-દીકરીઓ અને બાળકોની તંદુરસ્તી-સુખાકારીનો છે. ‘પૂર્ણા’ યોજના પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યૂટ્રિશનલ એનિમિયાએ અમોંગ એડોલસન્ટ ‘ગર્લ્સ’નો પ્રારંભ પણ કરાવાયો હતો. આ યોજના માટે સરકારે ર૭૦ કરોડ રૂપિયા ફાળવ્યાં છે.રાજ્યના ૬.૭ જિલ્લાઓ પોષણ ક્ષમતામાં હજુ પાછળ છે તેના પર વિશેષ ફોકસ કરીને બાળક, સગર્ભા ધાત્રી માતા, કિશોરીઓની તંદુરસ્તી પોષણ સજ્જતા માટે આ પોષણ કાર્યક્રમ ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.

દાહોદ અને નર્મદા, એમ  બે જિલ્લા કેન્દ્ર સરકારે જાહેર કરેલા દેશના ૧૧૭ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટમાં ૧૭,૧૮માં ક્રમે હતા તેમાંથી દાહોદ પ્રથમ ક્રમે આવ્યું છે તેની સરાહના સીએમ દ્વારા કરવામાં આવી હતી. બેટી બચાવો-બેટી પઢાવો, ભૃણ હત્યા પ્રતિબંધ, દીકરો-દીકરી એક સમાન એવા કાર્યક્રમોથી વિમેન એમ્પાવરમેન્ટ. સજ્જ પેઢી નિર્માણની યોજનાઓની વિગતો આપી હતી.

આ યોજનામાં ૫૩ હજાર આંગણવાડી દ્વારા અંદાજે ૬૦ લાખ લાભાર્થીઓને પોષણ યોજનાનો લાભ મળશે.ગર્ભસ્થ શિશુ-ગર્ભવતી માતા અને ભવિષ્યમાં મા બનનારી કુમારિકાઓના પોષણ માટે પણ આયોજનબદ્ધ અમલીકરણ કરાયું છે. ૧૪ થી ૧૮ વર્ષની દીકરીઓના પોષણ માટેની ‘પૂર્ણા’ યોજનાને પણ મહત્વની ગણાવી હતી.  આંગણવાડીઓમાં ટેકનોલોજીના ઉપયોગથી રીયલ ટાઇમ મોનીટરીંગ તથા લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આંગણવાડી કાર્યક્રોનું કાર્યભારણ ઘટાડવા તથા કાર્યક્ષમતામાં સુધારો લાવવા તમામ મુખ્યસેવિકાઓ તથા આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. જેના માધ્યમથી રીયલ ટાઇમ મોનીટરીંગ તથા લાભાર્થીઓની સ્થિતિનો ખ્યાલ આવશે.

પોષણ યોજનાના શુભારંભ બાદ યોજાયેલ રાજ્ય સ્તરીય વર્કશોપમાં ચાર ટેકનિકલ સત્રો યોજાયા હતાં. આઇ.સી.ડી.એસ. યોજનામાં ૪૨ લાખ લાભાર્થીઓને દર માસે અપાતા ૧૬ હજાર મે.ટન સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ‘ટેક હોમ રાશન’નું વિતરણ, ડબલ ફોર્ટીફાઇડ આયોડીન મીઠાનું વિતરણ, આંગણવાડી બહેનો માટે આઇ.સી.ડી.એસ. ઇ-સ્ટોક-કાર્ડનું વિતરણ તથા પોષણ માટે બનાવેલ થીમેટીક કેલેન્ડરનું પણ વિમોચન કરાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]