કેવી છે ગુજરાત સરકારની નવી સોલાર નીતિ?

ગાંધીનગરઃ દેશમાં અત્યારે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતના ઉપયોગ માટે ઝુંબેશ ચાલી રહી છે, આ સંજોગોમાં ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે. સોલાર પોલીસ પર મુખ્યપ્રધાન રુપાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સોલર પોલીસ અંગે વધુ જાગૃતિ આવે અને પર્યાવરણ બચાવવા સોલર પેનલ અંગે વધુ રાહત આપવામાં આવી છે. 33 લાખ કારખાના અને 10 કરોડના મુડીરોકણ કરનારને લાભ મળશે. આ કારખાનાઓ સ્પર્ધામાં ટકી શકે તે માટે આ છુટછાટ આપી છે. પોણા બે રૂપિયા ખરીદી રાજ્ય સરકાર કરશે. પાવર સસ્તો આપવામાં આવશે અને પાવર ખરીદશે. ક્લીન એનર્જી માટે કરી રહ્યા છે પ્રદુષણ મુક્ત કરવામાં પ્રયાસ કરી રહ્યા છે.

ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે સૌરઉર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલર પ્રોજેક્ટના ઈન્સ્ટોલેશન માટે મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદાને દૂર કરી દેવામાં આવી છે. હવે MSME એકમો મંજૂર થયેલા લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે MSME એકમો અત્યારે વીજ વપરાશ માટે વીજ કંપનીને રુપિયા 8 જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતા અંદાજે 3 રુપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થશે.

  • MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી-સૂર્ય ઉર્જા ખરીદી શકશે.
  • જો MSME એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની સુવિધા ન હોય તો અન્ય ભાડાની જગ્યામાં પણ તેઓ સૌર ઉત્પાદન કરીને ક્લીન-ગ્રીન એનર્જી મેળવી શકશે.
  • જો MSME એકમો પોતાના વપરાશ બાદની વધારાની સૌરઉર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે 1.75 રુપિયા પ્રતિ યુનિટના ભાવે ખરીદશે.
  • સૌરઉર્જા ઉત્પાદન ક્ષેત્રે આ અભિનવ પહેલથી ગુજરાતમાં સૌરઉર્જા ઉત્પાદન કરતા MSME એકમો માટે વિન-વિન સિચ્યુએશન ઉભી થવાની દિશામાં રસ્તાઓ ખુલ્યા છે.
  • સૌરઉર્જા ઉત્પાદન કરનારા MSME એકમોએ ઈલેકટ્રીસિટી ડ્યુટી અને વ્હીલીંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે.
  • તાજેતરમાં ગુજરાત સરકારે “સૂર્ય ગુજરાત યોજના”  જાહેર કરીને ઘરગથ્થું વપરાશકારો માટે સૌરઉર્જા ઉત્પાદનને વ્યાપકપણે પ્રેરિત કર્યું છે.
  • ગુજરાત સોલાર રુફટોપમાં આઠ લાખ જેટલા ઘરોને આવરી લેવાનું લક્ષ્ય 2022 સુધીમાં પૂર્ણ કરવા માટે સજ્જ છે, ત્યારે હવે 33 લાખથી વધુ MSME એકમોને પણ ગ્રીન-ક્લીન સૌરઉર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઉર્જા ઉત્પાદનથી ગુજરાત સૌરઉર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]